મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અદાણીને ફાયદો કરાવવા સરકાર સ્માર્ટ મીટર લાવી? શક્તિસિંહે કર્યો મોટો ધડાકો

રાજ્યમાં હાલ સ્માર્ટ મીટર અંગે હોબાળો ચાલી રહ્યો છે. MGVCLએ વડોદરામાં અને DGVCLએ સુરતમાં સ્મ

રાજ્યમાં હાલ સ્માર્ટ મીટર અંગે હોબાળો ચાલી રહ્યો છે. MGVCLએ  વડોદરામાં અને DGVCLએ સુરતમાં સ્માર્ટ મીટર લગાવ્યાં બાદ અનેક ફરિયાદો સામે આવી હતી. ગ્રાહકોનો આક્ષેપ છે કે જુના મીટરમાં બે મહિને 700થી 800 રૂપિયા બિલ આવતું હતું, જયારે નવા મીટરમાં રિચાર્જ કર્યા બાદ બે દિવસમાં જ રૂ.2000થી વધુ બેલેન્સ ઉડી ગયું, તો ઘણા ગ્રાહકોના સ્માર્ટ મીટરમાં બેલેન્સ ઓછું થતા ભરઉનાળે વીજપુરવઠો બંધ થઇ ગયો હતો. 

આ પણ વાંચો : પેટ્રોલ 500 રૂપિયા થાય તો પણ મોદી જ જોઈએ, અંધભક્તો વધારે છે ભાજપનો અહંકાર, શક્તિસિંહના પ્રહાર

વડોદરામાં MGVCL અને સુરતમાં DGVCL કચેરીએ લોકોએ હોબાળો કરતા હાલ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને વિરામ આપવામાં આવ્યો છે અને જેના ઘરે સ્માર્ટ મીટર લાગ્યાં છે, તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. 

તો બીજી બાજુ સ્માર્ટ મીટર અંગે હવે રાજકારણ પણ શરુ થઇ ગયું છે. રાજકોટમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ અંગે સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે સરકાર અદાણીને ફાયદો કરાવવા માટે સ્માર્ટ મીટર યોજના લઈને આવી છે, કેમ કે સરકારે અદાણી પાસેથી મોંઘી વીજળી ખરીદવી છે. 

આ સમાચાર શેર કરો