મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર સિવિલમાં સર્જન અને ઓર્થોપેડિક ડોક્ટરોની ભારે અછત, ના છુટકે દર્દીઓને જવું પડે છે ખાનગી હોસ્પિટલમાં

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગરની સૌથી મોટી સિવિલ

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગરની  સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ગંભીર ઉણપ દર્દીઓ માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. ખાસ કરીને સર્જન અને ઓર્થોપેડિક ડોક્ટરોની અછતને કારણે દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં મોંઘા ખર્ચે સારવાર કરાવવાની ફરજ પડી રહી છે.

દર્દીઓ હોસ્પિટલ પહોંચે છે, પરંતુ "ડોક્ટર નથી" એવો જવાબ મળતાં તેઓ નિરાશ થાય છે

ગામડાઓમાંથી આવતા દર્દીઓ હોસ્પિટલ પહોંચે છે, પરંતુ "ડોક્ટર નથી" એવો જવાબ મળતાં તેઓ નિરાશ થાય છે. એક તરફ સરકાર આરોગ્ય ક્ષેત્રે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે, પરંતુ બીજી તરફ ડોક્ટરોની ખાલી જગ્યાઓ ભરવામાં નિષ્ફળતા સર્જાઈ છે. જેથી દર્દીઓ અને પરિવારજનોને પ્રશાશન સામે ભારે રોષ છે. ઉલ્લેખની છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાંથી દર્દીઓ પહોંચે છે તો તેમણે ફ્કત નિરાશા જ મળે છે. 

સિવિલની છતના સળિયા દેખાયા હતા

 સુરેન્દ્રનગર સિવિલના હાલ બેહાલ થોડાક દિવસો પહેલા  જોવા મળ્યા હતા.  સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં છતના સળિયા દેખાવા લાગ્યા હતા. દર્દીઓ અને સગા-સ્નેહીજનોનો જીવ જોખમમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર સિવિલમાં રોજના 700થી વધુ દર્દી  સારવાર અર્થે આવતા હોય છે.

 

આ સમાચાર શેર કરો