VIDEO: સુરેન્દ્રનગર સિવિલની છતની સ્થિતિ અત્યંત જર્જરિત, પોપડા ઉખડ્યા અને સળિયા પણ બહાર આવ્યા
ગુજરાતની સુરેન્દ્રનગર સિવિલના હાલ બેહાલ થયા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્
ગુજરાતની સુરેન્દ્રનગર સિવિલના હાલ બેહાલ થયા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં છતના સળિયા દેખાવા લાગ્યા છે. દર્દીઓ અને સગા-સ્નેહીજનોનો જીવ જોખમમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર સિવિલમાં રોજના 700થી વધુ દર્દી સારવાર અર્થે આવતા હોય છે. ઼
છતના સળિયા કાટ ખવાઈ ગયા
તો બીજી તરફ સિવિલની છતના સળિયા ખવાઈ ગયા છે અને પોપડા પણ પડી ગયા છે. તો સિવિલસની છત જર્જરિત સ્થિતિમાં દેખાી રહી છે. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્રએ રિનોવેશનનો નિર્ણય લીધો છે. સિવિલમાં કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે તે પણ એક પ્રશ્ન છે.




