મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સાથે જોડાયેલા જમીન વિવાદમાં ગંભીર આક્ષેપો

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં સ્વામિનારાયણ સાધુ સાથે જોડાયેલા જમીન વિવાદમાં ગ

તસવીર: gstv

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં સ્વામિનારાયણ સાધુ સાથે જોડાયેલા જમીન વિવાદમાં ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. અરજદારે આક્ષેપ કર્યો છે કે એક જ જમીન ત્રણથી વધુ લોકોને વેચવામાં આવી હતી અને વર્ષ 2015માં થયેલા બાનાખત તથા પાવર ઓફ એટર્ની બાદ પણ વિવાદ યથાવત રહ્યો છે.
8 વીઘા જમીનના રૂ.55 લાખના સોદામાં રૂ.12 લાખ ચૂકવાયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. અરજદારે પોલીસ ફરિયાદ અને કોર્ટમાં સિવિલ દાવા કર્યા હોવા છતાં કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કર્યો છે. આ જમીનની બજાર કિંમત અંદાજે રૂ.30થી 40 કરોડ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, અસામાજિક તત્વો દ્વારા ધાકધમકી મળતી હોવાનો આરોપ પણ અરજદારે કર્યો છે. 

આ સમાચાર શેર કરો