મુખ્ય સામગ્રી પર જાઓ
મેગેઝિન

શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જીવન મંત્ર: ભક્તિ સાથે સદાચાર

પૂર્ણ પુરૂષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન આ ધરાતલ પર જ્યારે મનુષ્ય દેહ ધારણ કરીને પધાર્યા, ત્યારે તેમનો એકમાત્ર સંકલ

શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જીવન મંત્ર: ભક્તિ સાથે સદાચાર
આ સમાચાર સાંભળો

પૂર્ણ પુરૂષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન આ ધરાતલ પર જ્યારે મનુષ્ય દેહ ધારણ કરીને પધાર્યા, ત્યારે તેમનો એકમાત્ર સંકલ્પ હતો - જીવમાત્રનું આત્યંતિક કલ્યાણ કરવું અને સમાજમાં વ્યાપેલી અંધાધૂંધીને મિટાવીને સદ્ધર્મની સ્થાપના કરવી. છપૈયાની દિવ્ય ભૂમિથી શરૂ થયેલી તેમની લીલા અને નિલકંઠવર્ણિરૂપે કરેલી સાત-સાત વર્ષની કઠિન વનવિચરણ યાત્રા એ માત્ર તપશ્ચર્યા નહોતી, પરંતુ સાથે અનેક જીવોને સાચા આધ્યાત્મિક પથના દર્શન કરાવવાનો પણ હતો. લોજની પવિત્ર ભૂમિ પર સદ્ગુરૂ રામાનંદ સ્વામી સાથે મિલન અને ત્યારબાદ ગાદી સંભાળીને તેમણે ગુજરાતના ઉત્થાનમાં મહત્તમ યોગદાન આપ્યું.

શ્રીહરિના પૃથ્વી પરના કાર્યો અદ્ભુત, અલૌકિક અને માનવબુદ્ધિથી પર હતાં. તેમણે સતીપ્રથા જેવી ક્રૂર કુપ્રથાઓ બંધ કરાવી, દૂધપીતી કરવાની કુરિવાજની પ્રથા અટકાવી, સ્ત્રી સન્માનની પુન: સ્થાપના કરી, હિંસાત્મક યજ્ઞાો બંધ કરાવીને અહિંસામય વિષ્ણુયાગ શરૂ કરાવ્યા. ચોર, લૂંટારાના હૃદય પરિવર્તન કરીને તેમના હાથમાંથી તલવાર છોડાવી હરિમાળા પકડાવી દીધી. જાતિવાદના ભેદભાવ ભૂંસીને ગરીબમાં ગરીબ માણસને પણ પોતાના ગળે લગાવ્યો. દુષ્કાળના સમયે સ્વહસ્તે અન્નક્ષેત્રો ચલાવી માનવતાની પરાકાષ્ઠા સર્જી. અનેક મંદિરો અને શાસ્ત્રોની રચના કરાવી. માત્ર ૪૯ વર્ષના અલ્પ આયુષ્યમાં તેમણે જે દિવ્ય કાર્યો કર્યા તે અનેક સદીઓ સુધી માનવજાતનું કલ્યાણ કરતા રહેશે.

જેઠ સુદ દશમના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપરથી મનુષ્યલીલા સંકેલી, તેને ૧૯૬ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે આપણે અત્રે આપેલા જીવનસંદેશનું અલ્પ આચમન કરીએ અને આપણી જીવન કેડીને કંડારીએ.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

આ સમાચાર શેર કરો