મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદના ઘોડાસરના સ્વામિનારાયણ સિધ્ધાંત સજીવન મંડળ દ્વારા યોગ દિવસનું આયોજન, મોટી સંખ્યામાં લોકોએ લીધો ભાગ

આજે વિશ્વ યોગ દિવસ છે. આજે સમગ્

અમદાવાદના ઘોડાસરના સ્વામિનારાયણ સિધ્ધાંત સજીવન મંડળ દ્વારા યોગ દિવસનું આયોજન, મોટી સંખ્યામાં લોકોએ લીધો ભાગ
આ સમાચાર સાંભળો

આજે વિશ્વ યોગ દિવસ છે. આજે સમગ્ર દેશમાં વિવિધ સ્થળો પર યોગનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં સ્વામિનારાયણ સિધ્ધાંત સજીવન મંડળ ઘોડાસર દ્વારા મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર ખાતે સમૂહ યોગ દિવસનું  આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પુરુષો, મહિલા, બાળકોએ ભાગ લીધો હતો.  વિશ્વભરમાં જ્યારે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિએ અષ્ટાંગ યોગ આપ્યો છે.

સ્વામિનારાયણ સિધ્ધાંત સજીવન મંડળ ઘોડાસરમાં ખાસ યોગ દિવસનું આયોજન

ભારતે આપેલા યોગને આજે સમગ્ર વિશ્વ અપનાવી રહ્યું,છે ત્યારે વિશ્વ યોગ દિવસે  જ્ઞાનમહોદધિ આચાર્યશ્રી જીતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની આજ્ઞાથી યોગ શિબિરમાં ભક્તોનો ઉત્સાહ વધારવા મણીનગર શ્રીસ્વામિનારાયણ મંદિરના મહંત  ભગવતપ્રિયદાસજી સ્વામી હાજર રહ્યા હતા. તો બીજી તરફ સમગ્ર કાર્યકર્મ પૂર્ણ થયા બાદ  વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સમાજને ખાસ સંદેશો પણ આપ્યો હતો, અને વધુ વૃક્ષોનું વાવેતર કરવા માટે પણ જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો