VIDEO : સ્વામિનારાયણ સંપ્રદાય પર જ્યોતિરનાથ બાપુના પ્રહાર
હનુમાનજીની મૂર્તિના ટ્રેડમાર્કને લઈને રાજકોટમાં નવો વિવાદ છેડાયો છે. આ મામલે સંત જ્યોતિરનાથ બાપુએ સ્વામિનારાયણ

હનુમાનજીની મૂર્તિના ટ્રેડમાર્કને લઈને રાજકોટમાં નવો વિવાદ છેડાયો છે. આ મામલે સંત જ્યોતિરનાથ બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાય પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, હનુમાનજીની મૂર્તિનો ટ્રેડમાર્ક કરાવવાની વાત સામે આવી રહી છે, જે સનાતન ધર્મના લોકોને મૂર્ખ બનાવ સમાન છે.બાપુએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, "આજે હનુમાનજીની મૂર્તિનો ટ્રેડમાર્ક કર્યો, કાલે શિવજીની મૂર્તિનો પણ કરશે? તમે તમારી દુકાન ચલાવો તેની સામે વાંધો નથી, પણ ધંધામાં સનાતન દેવી-દેવતાઓનો આવો ઉપયોગ કેમ કરો છો?" મૂર્તિના ટ્રેડમાર્કના આ વિવાદે હાલ સાધુ-સંતો અને ભક્તોમાં ભારે રોષ જગાવ્યો છે.




