VIDEO: ભરૂચ / સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સુકાનીઓની પસંદગી માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સુકાનીઓની પસંદગી માટે ભાજપ
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સુકાનીઓની પસંદગી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. જિલ્લા પંચાયત, સાત તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકામાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે પદાધિકારીઓની પસંદગી માટે નિરીક્ષકો મેદાને ઉતર્યા છે. રાજ્યસભાના સાંસદ રમીલા બારા, સુરેશ મકવાણા અને નિખિલ પટેલે હોટલ જીંજર ખાતે દાવેદારોના સેન્સ લીધા. પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય મહત્વના હોદ્દાઓ માટે ઉમેદવારોની વાત સાંભળી અભિપ્રાય મેળવાયો. જિલ્લાના મોવડી મંડળ સાથે ચર્ચા બાદ નામો પ્રદેશને મોકલાશે અને અંતિમ નિર્ણય લેવાશે.






