મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના વસ્ત્રાલમાંથી 24 કલાકમાં મારામારીની બીજી ઘટના સામે આવી, જુઓ CCTV

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પણ અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. અહીં મોડી રાતે શાશ્વત

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પણ અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. અહીં મોડી રાતે શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે તોફાની તત્વોએ આતંક મચાવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તોફાનીઓના ટોળાએ એક કારને ઊભી રાખી તેમાંથી બહાર નીકળેલા રાહદારી પર તલવાર અને અન્ય તીક્ષ્ણ હથિયારો વડે બેફામ હુમલો કરી દીધો હતો. 

વસ્ત્રાલમાં અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરવાને મામલે રામોલ પોલીસે પકડેલા 11 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં પોલીસે આરોપીઓની પૂછપરછ કરવા 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. આ મામલે મેટ્રો કોર્ટે તમામ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

24 કલાકમાં વસ્ત્રાલમાં મારામારીની બીજી ઘટના સામે આવી

અમદાવાદ શહેરમાં ૨૪ કલાકમાં બીજી વાર વસ્ત્રાલ વિસ્તારમાં જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. વસ્ત્રાલ વિસ્તારની માધવ સ્કૂલ પાસે જાહેરમાં યુવકોએ મારામારી કરી હતી. લાકડી અને દંડા વડે યુવકોની મારામારીના દ્રશ્યો CCTV માં કેદ થયા હતા. રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૪ કલાકમાં અસામાજીક તત્વો દ્વારા મારામારીની બીજી ઘટના સામે આવી છે. જેમાં બે પક્ષો વચ્ચે આમને સામને બોલાચાલી બાદ ઝગડો થયો હતો. મળતી માહિતી પ્રમાણે અકસ્માતને લઈને માથાકૂટ થઈ હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે યુવકો છરી લઈને આવ્યા હતા. જો કે, સમગ્ર મામલે રામોલ પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો