વસ્ત્રાલના સુરેશદાદાની મદદ માટે પહોંચ્યા ખજુરભાઇ, ઇન્ફ્લુએન્સરનો વિડિયો જોઈ સુરતથી અમદાવાદ પહોંચી ગયા 'ગુજરાતના સોનુ સુદ
અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા ભાથીજી ચોક પાસે પજ્ઞાચક્ષુ સુરેશદાદા પક્ષી માટે ચણ વેચાવાનું કામ કરે છે, ત્યારે
અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા ભાથીજી ચોક પાસે પજ્ઞાચક્ષુ સુરેશદાદા પક્ષી માટે ચણ વેચાવાનું કામ કરે છે, ત્યારે સુરજ દાદા પાસે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મદદ માટે આવ્યો હતો. આ ઇન્ફ્લુએન્સરે સુરેજ દાદાનો વિડિયો બનાવ્યો અને સૂરેજ દાદાએ કહ્યું કે હતું આ વિડિયો ખજૂરભાઈ સુધી પહોચાડશો, ત્યારે ઇન્ફ્લુએન્સરે કહ્યું કે આ વિડિયો જનતા જ પહોચાડશે પછી આ થોડા જ સમયમાં આ વિડિયો ખજૂરભાઈ સુધી પહોચી ગયો હતો.
ત્યારબાદ ગરીબના ભગવાન ખજૂરભાઈ તાત્કાલિક સુરેશદાદાના ઘરે પહોચ્યા હતાં, સુરેશદાદાએ કહ્યું કે, 'ખજૂરભાઈ મળીને ગયા અને મને પાંચ હજારની રોકડ રકમ આપી હતી. દાદાએ વધુમાં કહ્યું કે, ખજૂરભાઈએ મને એમ પણ કહ્યું હતું કે તમારે જે કઈપણ મદદ જોઈતી હોય તો મને કહેજો'.
ત્યારે ઇન્ફ્લુએન્સરે પહેલા તો જનતાનો આભાર માન્યો હતો. પછી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એવા જયદિપ દરજીનો પણ સુરજ દાદાએ ખૂબ આભાર માન્યા હતો.






