મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO : ગોધરામાં શૈક્ષણિક સાધનોની ખરીદીના નામે કરોડોનું કૌભાંડ, બે અધિકારીઓ સામે ફરિયાદ

પંચમહાલ જિલ્લા શિક્ષણ વિભાગમાં સમગ્ર શિક્ષણ યોજના હેઠળ સાધન ખરીદીમાં કરોડો રૂપિય

પંચમહાલ જિલ્લા શિક્ષણ વિભાગમાં સમગ્ર શિક્ષણ યોજના હેઠળ સાધન ખરીદીમાં કરોડો રૂપિયાનું ભયંકર કૌભાંડ આચરાયું હોવાની વિગતો સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રી પટેલની તપાસ દરમિયાન આ આખું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. તપાસ મુજબ, વર્ષ 2024-25 અને 2025-26 દરમિયાન તત્કાલીન હિસાબી અધિકારી પૂજન જોષી અને નીતિન પટેલ દ્વારા માત્ર કાગળ પર જ ખરીદી બતાવી આશરે 2.79 કરોડનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. સ્માર્ટ પેનલ, લેપટોપ અને એન્ટી વાયરસ જેવા સાધનોની બોગસ ખરીદી દર્શાવી, બનાવટી દસ્તાવેજોના આધારે જે.એસ. કોમ્પ્યુટર અને વેદિકા એન્ટરપ્રાઇઝીઝ જેવી ખાનગી એજન્સીઓના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ફરિયાદ નોંધાવતા, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કૌભાંડમાં શિક્ષણ વિભાગના અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની પણ પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો