મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Mehsana: બહુચરાજી-હારીજ રોડનો સાપાવાડા બ્રિજ ક્ષતિગ્રસ્ત, બાંધકામની ગુણવત્તા પર સવાલ

મહેસાણા જિલ્લામાં બહુચરાજીથી હારીજ જતા રોડ પર સાપાવાડા ગામ નજીક રૂપેણ નદી પર આવેલો બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો

મહેસાણા જિલ્લામાં બહુચરાજીથી હારીજ જતા રોડ પર સાપાવાડા ગામ નજીક રૂપેણ નદી પર આવેલો બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે. આ બ્રિજની એપ્રોચ સ્લેબ બેસી જતાં ક્ષતિગ્રસ્ત થયો છે, જેના કારણે વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.  ખાસ કરીને બ્રિજના એક બાજુના છેડાનો ભાગ નુકસાન પામ્યો છે, જેના કારણે વાહનોની અવરજવર દરમિયાન વાઇબ્રેશનમાં પણ વધારો થયો છે.

સાત વર્ષ પહેલાં રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર થયો હતો 

આ બ્રિજનું નિર્માણ અંદાજે સાત વર્ષ પહેલાં રૂ. 7 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું. જોકે, આટલા ટૂંકા ગાળામાં બ્રિજની આવી દયનીય સ્થિતિ થઈ જતાં તેની ગુણવત્તા અને બાંધકામની પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોનું કહેવું છે કે આ રોડ પર ભારે વાહનોની સતત અવરજવર થતી હોવાથી બ્રિજ પર વધુ દબાણ આવ્યું, જેના કારણે તેની સ્થિતિ ઝડપથી બગડી છે.

આ સમાચાર શેર કરો