મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

MEHSANA NEWS: ગિલોસણના ગેરલાયક સરપંચ હવે લાયક બની ગયા!

ગુજરાતમાં થોડા સમય પહેલાં જ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં મહેસાણા જિલ્લાના ગિલોસણ ગામ

MEHSANA NEWS: ગિલોસણના ગેરલાયક સરપંચ હવે લાયક બની ગયા!

ગુજરાતમાં થોડા સમય પહેલાં જ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં મહેસાણા જિલ્લાના ગિલોસણ ગામના સરપંચની ઉંમર લાયકાત કરતા ઓછી હોવાનો આરોપ મુકાતા ચર્ચાનો વિષય બન્યા હતા. આ પછી મહેસાણા કલેક્ટરે કાર્યવાહી કરતાં તપાસના આદેશ આપ્યા હતા. 

મહેસાણા તાલુકાની ગીલોસણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે અફરોઝ બાનુએ પોતે 21 વર્ષની હોવાનું ખોટું એકરારનામું કરી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ચૂંટણી અધિકારીએ મંજૂર કર્યા બાદ ચૂંટણીમાં તે વિજેતા પણ બની હતી. પરિણામ બાદ તેની ઉંમર 20 વર્ષ અને 5 મહિના હોવાનું બહાર આવ્યું હતું.

જેને પગલે જિલ્લા કલેક્ટરે ટીડીઓ અને પ્રાંત અધિકારી એવા ચૂંટણી અધિકારી પાસે સમગ્ર તપાસ અહેવાલ માગ્યો હતો. જેમાં અફરોજબાનુનું ફોર્મ કેવી રીતે મંજૂર થયું તેની હકીકતો સાથેનો અહેવાલ કલેક્ટરને મોકલી આપ્યો હતો.

 ગિલોસણના ચૂંટાયેલા મહિલા સરપંચની ઉંમર 21 વર્ષથી નાની હોઈ કાર્યવાહી શરૂ થઈ હતી. LC, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડને આધારે નાની ઉંમરના જાણવા મળ્યું હતું. પરંતુ હવે જન્મનો દાખલો રજૂ કરતા ઉંમર 21 હોવાનું જણાયું છે. 2003માં મહેસાણા પાલિકામાં જન્મની નોંધણી પણ કરાવી હોવાનું ખૂલ્યું છે. જન્મના દાખલાની તારીખ મુજબ હવે ઉંમર 21 થાય છે. 

ગિલોસણ ની મહિલા સરપંચ અફરોજ પરમારની ઉંમરને લઈને વિવાદ થયો હતો. તેમના LCમાં 2005માં જન્મ, જન્મના દાખલામાં 2003માં જન્મ દર્શાવાયેલો છે. જન્મના દાખલાને આધારે જોઈએ તો સરપંચ 19 વર્ષના નહીં પણ 21 વર્ષના છે. નાની ઉંમરના કારણે ગેરલાયક ઠરેલા સરપંચ હવે લાયક બનશે? પ્રાંત અધિકારીએ જન્મના દાખલા અંગે તપાસ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો