Mehsanaના કડીમાં આંગડિયા પેઢી સાથે 1 કરોડની ઠગાઈ, એજન્ટ સામે ફરિયાદ દાખલ
Mehsana News: મહેસાણામાંથી છેતરપિંડીનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં આંગડિયા પેઢીના એજન્ટે એક કરોડની ઠગાઈ કરી હોવાનું સામે

Mehsana News: મહેસાણામાંથી છેતરપિંડીનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં આંગડિયા પેઢીના એજન્ટે એક કરોડની ઠગાઈ કરી હોવાનું સામે આવી રહ્યું છે. મહેસાણાના કડીમાં આંગડિયા પેઢી સાથે કામ કરીને ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. કડીની પી મહેન્દ્રકુમાર અંબાલાલ એન્ડ કંપની આંગડિયા પેઢી સાથે ઠગાઈ થઈ છે.
એજન્ટે કહ્યું મુંબઈની પાર્ટીને 1 કરોડ આપવાના છે, હું જયપુર આંગડિયા પેઢીમાં એક કરોડ જમા કરાવી દઈશ. અને એજન્ટે જયપુર પેઢીમાંથી રૂપિયા મેળવી લીધા પરંતુ પરત ના આપ્યા. જેથી આ સમગ્ર મામલે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. છેતરપિંડીને મામલે પ્રજાપતિ નિલેશ બાબુભાઈ નામના શખ્શ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.




