Mehsana: અર્બન બેંકના DM પટેલનો ઓડિયો વાયરલ, ચોક્કસ સમાજના લોકોને સભાસદ બનાવવાનો ઉલ્લેખ
Mehsana News: મહેસાણા અર્બન બેંકમાં સમાજવાદ સામે આવ્યો છે. અર્બન બેન્કના વિશ્વાસ પેનલના ડી એમ પટેલનો ઓડિયો વાઇરલ થય

Mehsana News: મહેસાણા અર્બન બેંકમાં સમાજવાદ સામે આવ્યો છે. અર્બન બેન્કના વિશ્વાસ પેનલના ડી એમ પટેલનો ઓડિયો વાઇરલ થયો હોવાની માહિતી મળી રહી છે.વિશ્વાસ પેનલના ડી એમ પટેલ અને સભાસદ બનવા કોઈ વ્યક્તિ વચ્ચેની વાતનો ઓડિયો વાઇરલ થયો છે.માત્ર 84 સમાજના લોકોને જ સભ્ય બનાવવાના હોવાની વાત ઓડિયોમાંથી સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે, વિશ્વાસ પેનલના ડી એમ પટેલ માત્ર 84 સમાજના લોકો ને જ અર્બન બેંકમાં સભ્ય બનાવવાના છે તેમ કહી રહ્યા છે. ઓડિયો વાઇરલ થતા અનેક સવાલ ઉભા થયા છે. શું માત્ર ચોક્કસ સમાજના લોકો માટે જ અર્બન બેન્ક ઉભી કરવામાં આવી છે? માત્ર 84 સમાજના જ લોકોને સભાસદ બનાવવા કામ ચાલી રહ્યું હોય તેવો સંવાદ ઓડિયોમાં સામે આવ્યો છે. ચૂંટણી સમયે અર્બન બેંકના અનેક વાદ વિવાદ સામે આવી રહ્યા છે. 3 ઓગસ્ટ અર્બન બેંકની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે અર્બન બેંકની ચૂંટણી વિવાદના મધપૂડામાં સપડાઈ છે.




