Video: રાજુલા પાલિકા કચેરી ખાતે સફાઇ કર્મીઓના ધરણા, કરી આ માંગ
અમરેલી જિલ્લાની રાજુલા નગરપાલિકા કચેરી ખાતે સફાઇ કામદારો વિવિધ માંગને લઈ ધરણા
અમરેલી જિલ્લાની રાજુલા નગરપાલિકા કચેરી ખાતે સફાઇ કામદારો વિવિધ માંગને લઈ ધરણા પર ઉતર્યા છે. ૧૦૦ ઉપરાંત સફાઇ કામદારો એકઠા થઇને પાલિકા કચેરીમાં પ્રદર્શન કરી રહ્યા છે.
સફાઈ કામદારોની કાયમી જગ્યા ન ભરાતી હોવાનો આરોપ
પ્રાપ્ત માહિતી મુજબ રાજુલા પાલિકામા છેલ્લા 40 વર્ષથી 130 જેટલા સફાઈ કામદારો કામ કરતા હતા, આજે 30 જેટલા સફાઈ કામદારો કામ કરે છે. પાલિકામાં જગ્યા ખાલી હોવા છતાં સફાઈ કામદારોની કાયમી જગ્યા ન ભરાતી હોવાનો સફાઈ કામદારોનો આરોપ છે. પાલિકા સામે સફાઇ કામદારો ધરણા પર બેસી જતા શહેરમાં છેલ્લા ચાર દિવસથી સફાઈ કામગીરી ઠપ થઈ ગઈ છે.
પોલીસે 30 થી વધુ સફાઈ કામદારોની અટકાયત કરી
પાલિકા અન્ય એજન્સી પાસે શહેરની સફાઈ કરાવતા સફાઈ કામદારો સાવરણા આંચકી લેતા પોલીસે 30 થી વધુ સફાઈ કામદારોની અટકાયત કરી છે. સફાઈકર્મીઓને કાયમી કામ આપવાની માંગ કરવામાં આવી છે અને જ્યાં સુધી માંગ સ્વિકારવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા શરૂ રાખવાની સફાઈ કામદારોએ ચીમકી ઉચ્ચારી છે.






