મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'હું તમારી વચ્ચે જ હતો', રાજકોટ અગ્નિકાંડના 72 કલાક પછી પીડિતોના પરિવારજનોને મળ્યા રુપાલા

રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મોત થયા બાદ પણ હજુ સુધી કેટલાક પ

રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મોત થયા બાદ પણ હજુ સુધી કેટલાક પરિવારજનોને પોતાના સ્વજોનાના મૃતદેહ મળ્યા નથી. ચૂંટણી સમયે હું રાજકોટમાં જ તમારા વચ્ચે રહીને સેવા કરીશ તેવા દાવા કરનારા રાજકોટમાં ભાજપના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અગ્નિકાંડ સમયે લોકોને એકલા મુકીને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બની ગયા હતા. લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉધડો લેતા રૂપાલાએ ફરી રાજકોટ પરત આવવું પડ્યું હતું. રૂપાલા ગેમઝોન અગ્નિકાંડના 72 કલાક પછી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

'હું તમારી વચ્ચે જ હતો'- રૂપાલા

વિરોધ થયા બાદ ભાજપના નેતા રૂપાલાએ બચાવ કરતા કહ્યું કે, 'જે દિવસે ઘટના બની તેના બીજા દિવસે સવારે હું આઠ વાગ્યાથી અહીં જ હતો. માત્ર ઘટનાસ્થળે નહતો. તંત્ર સાથે સતત સંપર્કમાં હતો અને તમામ બાબતમાં સંકળાયેલો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા ત્યારે સૌથી પહેલા હું જ તેમને મળ્યો હતો.'

રૂપાલા પીડિતોના પરિવારજનોને મળ્યા

પરશોત્તમ રૂપાલાએ રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન હોસ્પિટલમાં રૂપાલા પીડિતોના પરિવારજનોને મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી. પીડિત પરિવારજનો સાથે મુલાકાત દરમિયાન રૂપાલા સાથે શાબ્દિક રકઝક પણ જોવા મળી હતી.

આ સમાચાર શેર કરો