VIDEO: CM એકનાથ શિંદેએ રોહિત શર્મા સહિત આ ખેલાડીઓનું કર્યું સન્માન
ભારતને T20 વર્લ્ડ કપ 2024 નું ટાઈટલ જીતાડનાર કપ્તાન રોહિત શર્માએ શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્ર

ભારતને T20 વર્લ્ડ કપ 2024 નું ટાઈટલ જીતાડનાર કપ્તાન રોહિત શર્માએ શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કેપ્ટન રોહિત શર્મા સહિત ખેલાડીઓનું ચાદર ઓઢાડીને સન્માન કર્યું હતું. મહારાષ્ટ્ર સરકાર દ્વારા ભારતને સન્માન અપાવનાર મુંબઈ તરફથી રમતા ખેલાડીઓનું સન્માન કરવામાં સાથે શુભેચ્છા મુલાકાત કરાઈ હતી. આ દરમિયાન મુંબઈ તરફથી રમનારા સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલ પણ હાજર રહ્યા હતા. તેઓનું પણ સન્માન કરાયું હતું.
જણાવી દઈએ કે, ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપ 2024નું ટાઈટલ જીતીને ગુરુવારે પરત આવી હતી. એ પછી દિલ્હીમાં પીએમ હાઉસમાં બધા ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્રોફી આપી શુભેચ્છા મુલાકાત કરી હતી. એ પછી સમગ્ર ટીમ મુંબઈ આવી હતી. જ્યાં ભવ્ય વિજયી પરેડ કાઢવામાં આવી હતી. વાનખેડે સ્ટેડિયમમાં ઉજવણી થઈ હતી.
રોહિત શર્મા - આ ટ્રોફી સમગ્ર દેશ માટે છે
વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માએ કહ્યું કે, આ ટ્રોફી સમગ્ર દેશ માટે છે. વડાપ્રધાનને મળવું એ ખૂબ જ સન્માનની વાત હતી. ટીમ અને BCCI વતી હું દરેકનો આભાર માનું છું. મુંબઈ ક્યારેય નિરાશ કરતું નથી. અમારું અદ્ભુત સ્વાગત થયું. રોહિતે હાર્દિક પંડ્યાની પણ પ્રશંસા કરી હતી. આ દરમિયાન ઉત્સાહી ભીડે હાર્દિક.. હાર્દિકના નારા લગાવ્યા. હાર્દિકે ભાવુક થઈને ઉભા થઈને ચાહકોનું અભિવાદન કર્યું હતું.
બીસીસીઆઈએ મરીન ડ્રાઈવની શેર કરી તસ્વીર
મુંબઈના મરીન ડ્રાઈવ પર ક્રિકેટરોની ઝલક મેળવવા બહોળી સંખ્યામાં ચાહકો આવ્યા છે.બીજીતરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ અહીં ઉમટેલી જનમેદની એક તસ્વીર પણ શેર કરી છે.








