VIDEO: મહેસાણામાં ત્રણ વર્ષ પહેલા બનેલા બ્રિજમાં ખાડા પડ્યા, સળિયા બહાર આવતા ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતા મંદિર તરફ જવાના મુખ્ય માર્ગ પર ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવેલો પુલ જર્જરીત સ્
મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતા મંદિર તરફ જવાના મુખ્ય માર્ગ પર ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવેલો પુલ જર્જરીત સ્થિતિમાં છે. માત્ર ત્રણ વર્ષમાં જ પુલ પર મોટાખાડા પડતાં લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા છે. પુલ ઉપર પડેલા ખાડા જોતાં તેની બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલ ઉભા થયા છે.
ગુજરાતભરમાં વરસાદની સિઝનમાં ખાડા વધુ ખતરનાક બન્યા છે. ઘણાં વિસ્તારોમાં ખાડાઓને લીધે ટ્રાફિક જામ સહિતની મુશ્કેલીઓથી લોકો પરેશાન છે. તો આવાી 3થી 5 ફૂટ પહોળા ખાડા બ્રિજ ઉપર પડતાં તેની ગુણવત્તા વિશે પણ સવાલો થઈ રહ્યા છે. સ્થાનિકોને રસ્તો ક્રોસ કરવામાં હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકોએ આ મુદ્દે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક સમારકામની માંગ કરી છે.







