Surendranagar: ઓવરલોડ વાહનો પસાર થતા તૂટ્યો રોડ, તંત્રની નબળી કામગીરી સામે ઉઠ્યા સવાલો
સુરેન્દ્રનગરના લીંબડીના ભગવાનપર- વિઠ્ઠલપુરને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં છે, જેને લઈને સ્થાનિક લોકોન
સુરેન્દ્રનગરના લીંબડીના ભગવાનપર- વિઠ્ઠલપુરને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં છે, જેને લઈને સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે. રોડ ઠેરઠેર જગ્યા પર 5 થી 7 ફૂટ બેસી ગયો છે. ઓવરલોડ વાહનો પસાર થતા હોવાના પગલે નવા બનેલા રસ્તાઓ તૂટી રહ્યા છે. ખનિજ ભરેલા ડમ્પર પસાર થતા રોડ તૂટી રહ્યો છે. ત્યારે તંત્રની નબળી કામગીરી સામે પણ ગ્રામજનોએ સવાલ કર્યા છે. તેમજ તાત્કાલિક રસ્તો રીપેરીંગ કરવા માંગ કરી છે. આ ઉપરાંત તંત્ર ઓવરલોડ ડમ્પર સામે પણ પગલાં ભરે તેવી માંગ ગ્રામજનોએ કરી છે.








