VIDEO: ભરૂચના ગોલ્ડન બ્રિજનો આહલાદક નજારો, ભયજનક સપાટી કરતા 2 ફૂટ ઉપર વહી રહી છે નર્મદા
ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં ઉત્તરો ઉત્તર વધારો થયો છે. ગોલ્ડન બ્રિજ ઉપર નર
ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં ઉત્તરો ઉત્તર વધારો થયો છે. ગોલ્ડન બ્રિજ ઉપર નર્મદાની જળસપાટી 26 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી કરતા પણ નર્મદા નદી 2 ફૂટ ઉપર વહી રહી છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવતા ગોલ્ડન બ્રિજ ઉપર નર્મદા નદીની જળસપાટી વધી હતી.
ગોલ્ડન બ્રિજ પર નર્મદા ભયજનક સ્તરે
ગોલ્ડન બ્રિજ ઉપર નર્મદા નદી ભયજનક સ્તરે વહી રહી છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવતા ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદી ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર વહી રહી છે. જોકે, 23માંથી આઠ ગેટ બંધ કરાતા અત્યારે નર્મદાના 15 ગેટ જ ખુલ્લા છે. નર્મદા નદીમાં સાડા ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.






