એ.. આલે લે...વાપીમાં કારને રિવર્સ લઈ પાર્ક કરવા જતાં પકડી લીધી સ્પીડ, બાઈક પર બેસેલા યુવકને આ રીતે પછાડ્યો
અકસ્માત ક્યારે અને કેવી રીતે સર્જાય તે કોઈ કહી શકતું નથી. ત્યારે વાપીમાં બાઈકને સ્ટેન્ડ પર ચડાવીન

અકસ્માત ક્યારે અને કેવી રીતે સર્જાય તે કોઈ કહી શકતું નથી. ત્યારે વાપીમાં બાઈકને સ્ટેન્ડ પર ચડાવીને શાંતિથી બેઠેલા યુવકને ક્યાં ખબર હતી કે આફત આ રીતે પણ આવશે. વાત જાણે એમ બની કે હકીમજી માર્કેટના પાર્કિંગમાં એક કાર ચાલક કારને રિવર્સ લઈને પાર્ક કરી રહ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાયો હતો.
ડ્રાઈવરની ગંભીર બેદરકારી
રિવર્સમાં ચાલતી કારે જાણે અચાનક સ્પીડ પકડી હોય તે રીતે રિવર્સમાં દોડવા લાગી હતી. જેથી કાર સીધી રિવર્સમાં બાઈક સહિત યુવકને પણ કચડીને દુકાન સાથે અથડાઈ હતી. જેથી આસપાસથી લોકોના ટોળા દોડી આવ્યા હતાં. બાદમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં કાર ચાલકની ગંભીર બેદરકારી સામે આવી હતી.
અકસ્માત સીસીટીવીમાં કેદ
હાલ સમગ્ર અકસ્માતને લઈને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. લોકોએ કહ્યું કે, કારચાલકની ગફલતભરી રીતે હંકારવાના કારણે આ અકસ્માત સર્જાયો છે. જેથી આ પ્રકારે જ્યારે કાર રિવર્સમાં લેવામાં આવતી હોય ત્યારે એક હાથ હંમેશા માટે હેન્ડલ બ્રેક પર રાખવો જોઈએ. જેથી આ પ્રકારની દુર્ઘટનાને ટાળી શકાય છે.








