મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માતાથી વિખૂટું પડ્યા બાદ બાળ વાનરનું રેસ્ક્યુ

અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલ પાસે માતાથી વિખૂટું પડેલું અને સતત ચીસો પાડતું એક નાનું બાળ વાનર મળી આવ્

તસવીર: gstv

અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલ પાસે માતાથી વિખૂટું પડેલું અને સતત ચીસો પાડતું એક નાનું બાળ વાનર મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ Animal Life Careના વિજય ડાભી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે અત્યંત કાળજીપૂર્વક બાળ વાનરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કર્યા બાદ અબોલ બચ્ચાને ફીડિંગ કરાવીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સંભાળ માટે હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. વિજય ડાભીની સમયસરની આ કામગીરીથી નિર્દોષ બાળ વાનરને નવજીવન મળ્યું છે. રામ રાખે તેને કોણ ચાખે સમાન આ ઘટના માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

આ સમાચાર શેર કરો