Video: મહેસાણામાં અમિત ચાવડાની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, મેવાણી-કિરીટ પટેલના વિવાદ અંગે આપ્યું મોટું નિવેદન
મહેસાણા કોંગ્રેસ દ્વારા પ્રદેશ કોંગી પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક દિનની ઉ
મહેસાણા કોંગ્રેસ દ્વારા પ્રદેશ કોંગી પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી છે. કાર્યક્રમ બાદ કોંગ્રેસ પ્રમુખે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે તેઓએ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કિરીટ પટેલ વચ્ચે થયેલા વિવાદ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે અમારા બે ધારાસભ્યની વાત છે, તો તેમના પ્રશ્નોની ગેરસમજનું નિવારણ અમે કરી દઈશું, પણ ભાજપના લોકોને મારે કહેવું છે કે તમારામાં આંતરિક વિખવાદ તો ચરમસીમાએ પહોંચી ગયો છે. આ વિખવાદ હાલ તો દિલ્હીના રિમોર્ટ કંટ્રોલથી કંટ્રોલમાં છે, પણ ક્યારે એનો વિસ્ફોટ થશે એ બધા જાણે છે. જે દિવસે દિલ્હીમાં સરકાર નહીં હોય ત્યારે એની પરિસ્થિતિ આપણે જોઈ લઈશું.






