મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: નવીનીકરણનું કામ પૂરું થઈ ગયુ, છતાં ત્રણ મહિનાથી લોકાર્પણની રાહ જોતો બગીચો

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલું જાહેર ગાર્ડનનું નવીનીકરણનું કામ ત્રણ મહિ

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલું જાહેર ગાર્ડનનું નવીનીકરણનું કામ ત્રણ મહિના પહેલાં પૂર્ણ થઈ ગયું છે. જોકે, આશ્ચર્યજનક રીતે આ ગાર્ડન હજુ સુધી સામાન્ય નાગરિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું નથી. આ બાબતે સ્થાનિક રહેવાસીઓમાં નારાજગી અને ઉત્સુકતા જોવા મળી રહી છે, અને તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે આ ગાર્ડન ક્યારે ખુલ્લું મુકાશે.

ગાર્ડનનું નવીનીકરણ અને તેની સુવિધાઓ

બાપુનગર ખાતેના આ ગાર્ડનનું નવીનીકરણ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સ્થાનિક સૂત્રો અનુસાર, ગાર્ડનમાં આધુનિક સુવિધાઓ જેવી કે નવા વૃક્ષોનું વાવેતર, બેસવાની વ્યવસ્થા, વોકિંગ ટ્રેક, બાળકો માટે રમતનાં સાધનો અને લાઇટિંગની સુવિધા ઉમેરવામાં આવી છે. આ તમામ કામો પૂર્ણ થઈ ગયા હોવા છતાં, ગાર્ડનનું ઔપચારિક લોકાર્પણ થયું નથી, જેના કારણે નાગરિકોને ઉપયોગમાં લઈ શકતા નથી. 

નાગરિકોની નારાજગી
સ્થાનિક રહેવાસીઓ માટે આ ગાર્ડન મહત્ત્વનું સ્થળ છે, જ્યાં સ્થાનિકો સવાર-સાંજ ચાલવા આવે છે અને બાળકો રમવા માટે આવે છે. નવીનીકરણના કારણે ગાર્ડન બંધ થયું ત્યારથી લોકોને અસુવિધા પડી રહી છે. જોકે હવે કામ પૂરું થઈ ગયું હોવા છતાં લોકાર્પણન નથી થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રિવરફ્રન્ટ મૂન ટ્રેઈલનું ઇ લોકાર્પણ    ખાસ વટ એ છે કે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘રિવરફ્રન્ટ મૂન ટ્રેઈલ’ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 19 જુલાઈ, 2025ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) અને અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના ઉપક્રમે ફ્લાવર પાર્કની અંદર વિકસાવવામાં આવ્યો છે. 

આ સમાચાર શેર કરો