VIDEO: અમદાવાદના એલિસબ્રિજનું રીનોવેશનનું કામ શરૂ, કામગીરી બે વર્ષ સુધી ચાલશે
અમદાવાદના 130 વર્ષ જુના બ્રિજની કાયાપલટાશે, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા અમદાવાદના એલિસબ્રિજનું રીનોવેશ
અમદાવાદના 130 વર્ષ જુના બ્રિજની કાયાપલટાશે, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા અમદાવાદના એલિસબ્રિજનું રીનોવેશનનું કામ શરૂ થઈ ગયું છે. અંદાજીત 130 વર્ષ પહેલા ચાર લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો આ બ્રિજ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર સ્થિતિમાં હતો. મહાનગરપાલિકા દ્વારા તેના મરામતની વાત કરવામાં આવી હતી અને આખરે હવે એ શુભ ચોઘડિયું આવી ગયું છે.
કન્સલ્ટન્ટ પાસે રિપોર્ટ કરાવ્યા બાદ રીનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી
બ્રિજને કેટલું નુકસાન થયું છે ?,કયા પ્રકારની મરામતની જરૂર છે?, કેટલો ભાગ જર્જરીત છે? આ તમામ બાબતોનો બ્રિજ રિનોવેશન કન્સલ્ટન્ટ પાસે AMCએ રિપોર્ટ કઢાવ્યો હતો. આ રિપોર્ટ કરાવ્યા બાદ રીનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મરામતની કામગીરી પાછળ 26 કરોડ 78 લાખ રૂપિયાનો ખર્ચ
મરામતની કામગીરી પાછળ 26 કરોડ 78 લાખ રૂપિયાનો ખર્ચે કરવામાં આવશે. બ્રિજ પર ડેકોરેટિવ પ્લાન્ટેશન આકર્ષક બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.હેરિટેજ વેલ્યુ જળવાઈ રહે તે રીતે બ્રિજને રીનોવેશન કરવામાં આવશે.આ કામગીરી બે વર્ષ સુધી ચાલશે.






