Video/ ઠંડીથી મળશે રાહત: ગુજરાતમાં 2 થી 4 ડિગ્રી તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી અનુભવાઈ રહેલી કાતિલ ઠંડીમાંથ

સોર્સ: gstv

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી અનુભવાઈ રહેલી કાતિલ ઠંડીમાંથી હવે લોકોને આંશિક રાહત મળવાના સંકેત મળી રહ્યા છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી બે થી ચાર દિવસમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટશે.

તાપમાનનો પારો ઊંચકાયો

જાહેરાત

હવામાન વિભાગના વૈજ્ઞાનિક યોગેશ બીજાણીના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં ઉત્તર-દક્ષિણના પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાયું છે. આગામી બે દિવસમાં તાપમાનમાં હજુ 2 થી 4  ડિગ્રીનો વધારો થશે, જેના કારણે ઠંડી ઓછી અનુભવાશે.

ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

આજે રાજ્યમાં સૌથી ઓછું તાપમાનઅમરેલીમાં 12 ડિગ્રી નોંધાયું હતું. અન્ય શહેરોની વિગત નીચે મુજબ છે:

  • અમદાવાદ: 14.8  ડિગ્રી

  • ગાંધીનગર: 12.8  ડિગ્રી

  • નલિયા: 13.2  ડિગ્રી

  • ભુજ: 16 ડિગ્રી

વાદળછાયું વાતાવરણ પણ માવઠું નહીં

રાજ્યમાં 'અપર ઇન્ડ્યુસ' (Upper Induced) સિસ્ટમને કારણે અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જોકે, ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર એ છે કે હાલમાં માવઠાની (કમોસમી વરસાદ) કોઈ શક્યતા નથી. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત