મુખ્ય સામગ્રી પર જાઓ

Aravalli: યાત્રાધામ શામળાજી ખાતે રક્ષાબંધનનો તહેવાર ઉજવાયો, હજારો ભક્તોએ રાખડી અર્પણ કરી

રક્ષાબંધનની ઉજવણી આજે સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શા

રક્ષાબંધનની ઉજવણી આજે સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે પણ આ તહેવાર ભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવાયો હતો.રક્ષા બંધનના અવસરે હજારો ભક્તો ભગવાન શામળાજી માટે રાખડી લઈને આવ્યા હતા અને ભગવાન શામળાજીને રાખડી અર્પણ કરી હતી જે રાખડી મંદિરના પૂજારી દ્વારા ભગવાનના હાથે બાંધવામાં આવી હતી ત્યારે ભગવાન શામળાજી હજારો ભક્તોની રક્ષાના તાંતણે બંધાયા હતા.રક્ષા બંધન પર્વે ભગવાન શામળાજીને વિશેષ સોનાના આભૂષણોથી શણગાર કરાયો હતો.ત્યારે સવારની શણગાર આરતીના હજારો ભક્તોએ દર્શન કર્યા હતા. સામાન્ય રીતે આ તહેવારમાં બહેન પોતાના ભાઈને રાખડી બાંધી ભાઈના મંગલની કામના કરતી હોય છે ત્યારે બીજી બાજુ ભાઈ પણ બહેનની રક્ષા માટે બંધાય છે આ વાત સહજ છે પરંતુ એક ભક્ત ભગવાનને રાખડી બાંધી પોતાના મંગલની કામના કરે છે ત્યારે ભગવાનને પણ ભક્તની વ્હારે આવવું પડે છે તેવુ આદિકાળથી ચાલતું આવ્યું છે અને જેના કારણે જ શામળાજી ખાતે આજે હજારો ભક્તો  ઉમટયા હતા અને શામળાજી ખાતે આવી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ સમાચાર શેર કરો