'કરાચીનો રસ્તો સરક્રીક થઇને જાય છે, PAKની ભૂગોળ બદલી નાખીશું'; ભુજથી રાજનાથ સિંહની ચેતવણી
રાજનાથ સિંહે વિજયા દશમીના દિવસે ભુજમાં સૈનિકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી હતી. રાજનાથ સિ
રાજનાથ સિંહે વિજયા દશમીના દિવસે ભુજમાં સૈનિકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી હતી. રાજનાથ સિંહે કહ્યું કે જો પાકિસ્તાન તરફથી સર ક્રીક વિસ્તારમાં કોઈપણ પ્રકારની હરકત કરવામાં આવશે, તો તેનો સખત જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાનની નિયતમાં ખોટ-રાજનાથ સિંહ
એક સૈન્ય શિબિરમાં જવાનોને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું, "આઝાદીના 78 વર્ષ બાદ પણ સરક્રીક વિસ્તારમાં સરહદી વિવાદને હવા આપવામાં આવે છે. ભારતે વાતચીત દ્વારા તેને હલ કરવાના કેટલાક પ્રયાસ કર્યા છે પરંતુ પાકિસ્તાનની નિયતમાં જ ખોટ છે, તેની નિયત સાફ નથી.જે રીતે પાકિસ્તાની સેનાએ તાજેતરમાં સરક્રીક સાથે જોડાયેલા પોતાના વિસ્તારમાં સૈન્ય ઢાંચાનો વિસ્તાર કર્યો છે તેનાથી તેની નિયતની ખબર પડે છે."
તો પાકિસ્તાનનું ભૂગોળ બદલી નાખીશું- રાજનાથ સિંહ
રાજનાથ સિંહે કહ્યું, "ભારતીય સેના અને BSF સંયુક્ત રીતે અને સતર્કતાપૂર્વક ભારતની સરહદોની રક્ષા કરી રહી છે. જો સરક્રીક વિસ્તારમાં પાકિસ્તાન તરફથી કોઇ દુસાહસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેને એટલો નિર્ણાયક જવાબ મળશે કે ઇતિહાસ અને ભૂગોળ બન્ને બદલાઇ જશે. 1965ના યુદ્ધમાં ભારતીય સેનાએ લાહોર સુધી પહોંચવાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આજે 2025માં પાકિસ્તાને યાદ રાખવું જોઇએ કે કરાચી જવાનો એક રસ્તો સરક્રીક થઇને જાય છે.'
ભુજમાં સૈનિકો સાથે ભોજન
રાજ્ય મંત્રીએ જણાવ્યું કે આજનો દિવસ 'બુરાઈ પર અચ્છાઈ', 'અધર્મ પર ધર્મ', અને 'અસત્ય પર સત્ય'ની જીતનો પ્રતીક છે. તેમણે કહ્યું કે થોડા સમય પહેલાં પણ હું ભુજ આવ્યો હતો, પણ ત્યારે સૈનિકો સાથે ભોજન નહોતું થઈ શક્યું. મેં ત્યારે વચન આપ્યું હતું કે હું જલદી પાછો આવીશ અને સાથે ભોજન કરીશ. આજે તે શક્ય બન્યું છે.
સૈનિકોની બહાદુરીના કર્યા વખાણ
રાજનાથ સિંહે કચ્છના બોર્ડર પર તૈનાત સૈનિકોની બહાદુરીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે આ ધરતીની રેતીમાં વીરતા છે. અહીંના લોકો કઠિન પરિસ્થિતિઓમાં પણ ખુશીથી જીવે છે. 2001ના ભૂકંપ પછી ભુજના લોકો અને આપણા સૈનિકોએ તેને ફરીથી ફોનિક્સ પક્ષીની જેમ ઊભું કર્યું છે. અહીં લાંબી સમુદ્રી સીમા છે, જે આપણને અહીં સક્રિય રહેવાનું શીખવે છે.
રાજનાથ સિંહે જણાવ્યું કે 'બડા ખાના' (સૈનિકો સાથે બેસીને ભોજન) કોઈપણ ભેદભાવને દૂર કરે છે અને ભારતની પ્રાચીન સંસ્કૃતિ યાદ અપાવે છે. તેમણે સૈનિકોને ખાતરી આપી કે સરકાર તેમની જરૂરિયાતો પૂરી કરવામાં ક્યારેય પાછળ નહીં રહે અને સૈનિકોના કલ્યાણ સાથે કોઈ સમાધાન નહીં થાય.








