VIDEO : રાજકોટના રાવકી ગામે જુગાર રમતા ધવલ ભુવા સહિત 7ની મુદ્દામાલ સાથે અટકાયત
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના રાવકી ગામે વાડીના મકાનમાં જુગાર રમતા કુલ 7 ઈસમોને કુલ રૂ.16,
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના રાવકી ગામે વાડીના મકાનમાં જુગાર રમતા કુલ 7 ઈસમોને કુલ રૂ.16,35,000ના મુદ્દામાલ સાથે પકડી રાજકોટ ગ્રામ્ય પોલીસ લૉકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આ 7 જુગારીઓમાં કમઢીયા ભૂવા તરીકે ઓળખાતો પ્રખ્યાત ભૂવો ધવલ ગેડીયા પણ સામેલ છે.
પકડાયેલા આરોપીઓની વિગત
1) ખોડાભાઈ ઉર્ફે ખોડીદાસભાઈ બાબુભાઈ ફાચરા ઉવ.40 રહે.રાવકી તા.લોધીકા
2) ધવલભાઈ ઘુસાભાઈ સખીયા ઉવ.37 રહે.સાધુવાસવણી રોડ આસોપાલવ પાર્ક અતુલ્યમ ગોલ્ડ રાજકોટ
3) ભુપેન્દ્રસિંહ ઉર્ફે રવુભા ભોજુભા જાડેજા ઉવ.57 રહે.રાવકી તા.લોધીકા 4) દિનેશભાઈ પુનાભાઈ પાનસુરીયા ઉવ.43 રહે.મંગલમ પાર્ક મવડી ગામ રાજકોટ મુળ ગામ રાવકી તા.લોધીકા
5) ગૌતમભાઈ વિનુભાઈ લંગાળીયા ઉવ.27 રહે.ઉમીયા ચોક રાધે હોટલ જલજીત શેરી નં.9 મંદીરની બાજુમાં રાજકોટ મુળ ગામ ગઢળીયા તા.બોટાદ
6) ધવલભાઈ મનજીભાઈ ગેડીયા ઉવ.27 રહે.શ્રી પેલેસ બાપા સિતારામ ચોક રાજકોટ મુળ ગામ કમઢીયા તા.ગોંડલ
7) કાનજીભાઈ કાળુભાઈ બાંભવા ઉવ.32 રહે.રૈયા ગામ, શેરી નં.4 રાજકોટ








