VIDEO: રાજકોટ સિવિલના ખુલ્લા ખાડામાં પડતા દર્દીનું દર્દનાક મોત, મૃતકના સગાએ દાખલ કરી પોલીસ ફરિયાદ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા દર્દીને મોત મળ્યુ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા દર્દીને મોત મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર હોસ્પિટલમાં નવો ગેટ બની રહ્યો છે, આ ગેટના પિલ્લરના ઉંડા ખાડામાં દર્દી પડી ગયા હતા.
દર્દી પેટ સંબધી સમસ્યાના કારણે હોસ્પિટલમાં દાખલ હતા
દર્દી પેટ સંબધી સમસ્યાના કારણે હોસ્પિટલમાં દાખલ હતા. જોકે તેઓ વહેલી સવારે વોર્ડમાંથી નીચે લટાર મારવા નિકળ્યા હતા. તે દરમિયાન તેઓ આ ખાડામાં પડી ગયા હતા.
સિવિલ હોસ્પિટલ પર ગંભીર આરોપ લગાવ્યા
મૃતક દર્દીના ભાઈએ સિવિલ હોસ્પિટલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે. મૃતકના ભાઈએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલની બેદરકારીના કારણે જ આ ઘટના સર્જાઈ છે. તેમણે એમ પણ કહ્યં કે જો આ સ્થળ પર સિક્યુરિટી ગાર્ડ રાખશે નહીં તો આ પ્રકારની દુર્ઘટના સર્જાતી રહેશે.






