રાજકોટ: સરકારી નોકરીની લાલચ ભાઈ-બહેનને પડી ભારે, લાખો રૂપિયા લઈ ગઠિયો રફુચક્કર, બોગસ કોલ લેટર પધરાવ્યા
રાજ્યમાં વધુ એક છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક અહેવાલ પ્રમાણે રાજકોટમા

રાજ્યમાં વધુ એક છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક અહેવાલ પ્રમાણે રાજકોટમાં સરકારી નોકરી અપાવવાની લાલચે છેતરપિંડી આચરવાનો મામલો સામે આવ્યો છે.
સરકારી નોકરી આપવાની લાલચે 3 લાખ રૂપિયાથી વધુની રકમ પડાવી
ભાઈ - બહેનને સરકારી નોકરી આપવાની લાલચે 3 લાખ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: રાજકોટ SOGએ મેફેડ્રોન ડ્રગ્સ સાથે શખ્સને દબોચ્યો, લાખોનો મુદ્દામાલ જપ્ત
બોગસ કોલ લેટર પણ આપવામાં આવ્યા
ઉષાબેનને મહાનગર પાલિકામાં સ્ટાફ નર્સ અને તેના ભાઈને PGVCLમાં વિધુત સહાયક નોકરી આપવાની કહી નાણાં પડાવ્યા હતા. આરોપી પ્રતીક દ્વારા બંનેને બોગસ કોલ લેટર પણ આપવામાં આવ્યા હતા. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રતિક ડઢાણીયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે વધુ કવાયત હાથ ધરી છે..






