મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં કેટલાક ઈસમો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતા ખેડૂતોમાં રોષ

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે. ધોરાજીના જૂનાગઢ રોડ પર અજાણ્ય

રાજકોટમાં કેટલાક ઈસમો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતા ખેડૂતોમાં રોષ

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે. ધોરાજીના જૂનાગઢ રોડ પર અજાણ્યા કેમિકલ માફિયા દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે.  કોઈ અજાણ્યા ઈસમો દ્વારા અત્યંત દુર્ગંધ મારતું પાણી છોડવામાં આવ્યું હતું. આ દુર્ગંધ મારતા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : ગુજરાત ભાજપમાં વધુ એક લેટરકાંડ; 'સંઘવી મારા જૂના મિત્ર, રત્નાકરજીના કહેવાથી ભરત બોઘરાનું રાજકારણ...'

કાળા કલરનું કેમિકલયુક્ત પાણી કોઈ અજાણ્યા ઈસમો દ્વારા વારંવાર ઠાલવી જવામાં આવતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે. કેમિકલ અને કલરયુક્ત પાણી છોડવામાં આવતા ખેડૂતોના પાકને ભયંકર નુકસાન થાય છે. અનેક વાર અજાણ્યા કેમિકલ માફીયાઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો