મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkantha: હિંમતનગર તાલુકાની રાયપુર પ્રાથમિક શાળામાં તાળાબંધી

સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં આવેલી રાયપુર પ્રાથમિક શાળા વિવાદના કેન્દ્રમાં આવી છે. ગ્રામજનોએ શાળામ

સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં આવેલી રાયપુર પ્રાથમિક શાળા વિવાદના કેન્દ્રમાં આવી છે. ગ્રામજનોએ શાળામાં તાળાબંધી કરી છે. બદલી કરાયેલા એક શિક્ષકની બદલી રદ કરી પરત લાવવા મુદ્દે ગ્રામજનોએ માગ ઉઠાવી છે.

વિવાદનું કારણ

છેલ્લા એક વર્ષથી રાયપુર પ્રાથમિક શાળામાં શિક્ષકો વચ્ચે સતત ઝઘડા ચાલી રહ્યા હતા. આ સમસ્યાને ઉકેલવા શિક્ષણ વિભાગે  એક‌ મહિલા અને એક પુરુષ શિક્ષકની બદલીનો નિર્ણય લીધો હતો. જોકે, આ નિર્ણય ગ્રામજનોને મંજૂર ન હતો. અને તેઓએ શિક્ષક પટેલ મનોજકુમારની બદલી રદ કરવાની માગ સાથે શાળાને તાળું મારી દીધું.

આ સમાચાર શેર કરો