Gujaratના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, ભારે વરસાદથી દાંતા સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસ્યા

બનાસકાંઠાના દાંતા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના

બનાસકાંઠાના દાંતા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે દાંતા સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘુસ્યા છે. દર વર્ષે  વધારે વરસાદ આવતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. વરસાદી પાણી હોસ્પિટલ પરિસરની અંદર સુધી ઘુસી ગયુ હતું. ત્યારે દાંતાના સમાજસેવી આગેવાનો તાત્કાલિત હોસ્પિટલ પહોંચ્યા હતા. ડોક્ટરની ચેમ્બર અને દર્દીના વૉર્ડમાં પણ પાણી ધુસી ગયા હતા. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો 

ગુજરાત રાજ્યમાં ગઈ કાલે રાતથીજ વરસાદી માહોલ જામ્યો છે, અનેક જિલ્લાઓમાં  ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. યાત્રાધામ અંબાજીમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે માર્ગો પર પાણી વહેતા થયા હતાં. અનેકો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. ત્યારે વરાસાદના કારણે  ખેડૂતોમાં ખુશીની લહેર છે. તો બીજી તરફ શાળાએ જતા બાળકોને વરસાદને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જાહેરાત

સાબરકાંઠા જિલ્લાના  હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર પંથક માં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. તો વિજયનગર અને ગ્રામ્ય પંથક માં ધોધમાર વરસાદ વરસ્યો છે. વિજયનગર માં 5 કલાક માં 1.5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. ત્યારે ભારે વરસાદથી ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં  પાકોને નુકશાની ની ભીતિ છે. 

પાટણમાં 72 ક્લાકના વિરામ બાદ ફરી ધીમીધારે વરસાદ શરુ થયો છે. સવારથી જ અહીં વરસાદી માહોવ જામ્યો છે. ત્યારે ધીમીધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદથી ખેડૂતોમાં ખુશહાલી ફેલાઈ છે. જો કે પાટણ શહેર ના નીચાણ વાળા વિસ્તારો મા પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. શહેરના પારેવા સર્કલથી ખારકશા પીર જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓને હાલાકી પડી રહી છે. 

મહેસાણાના ખેરાલુમાં રાત્રી દરમિયાન 15 MM વરસાદ વરસ્યો હતો.જે બાદ ખેરાલુ શહેરના માર્ગો પર પાણી વહેતા થયા હતા. મહેસાણામાં ગત રાત્રે ખેરાલુ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. વરસાદથી દેસાઈ વાડા રોડ, દેસાઈ વાડા થી મારૂનડા માતાજી રોડ,ખોખરવાડા સંઘ,ખાડીયા વિસ્તારના રોડ પર પાણી વહેતા થયા હતા. ખેરાલુ તાલુકાના નાનીવાડા, મલેકપુર, ગઠામણ,થાગણા,ખેરપુરા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. જે બાદ ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. સાથે જ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

મોરબીમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રીથી લોકોને ગરમીથી રાહત મળી છે. મોરબીના માળીયા અને હળવદમાં વરસાદી માહોલ જામ્યો છે. માળીયાના માણાબા,ખાખરેચી, અણિયાળી,જેતપર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો હળવદના રણજીતગઢ,માનસર, ચંદ્રગઢ, મયુરનગર, ધનાળા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. મેઘરાજાની પધરામણીથી  ખેડૂતોમાં આનંદની લાગણી છે. વરસાદને કારણે કપાસ, મગફળીના પાકને નવજીવન મળશે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત