VIDEO: અમદાવાદના વાતાવરણમાં પલટો, મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરાયો
અમદાવાદના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ વરસાદ શરૂ થયો છે. વરસા

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ વરસાદ શરૂ થયો છે. વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે.
અમદાવાદના સાબરમતી, ચાંદખેડા, પાલડી, નારાણપુરા, શાસ્ત્રીનગર, મેમનગર, ઘાટલોડીયા, મેમ્કો, CTM, સરખેજ, S.G. હાઈવે, બોડકદેવ, ઈસ્કોન ક્રોસરોડ, બોપલ, નવાવાડજ, ઈન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદના સૈજપુરમાં તો હજુ વરસાદ શરૂ થયોને પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદમાં ભારે વરસાદને પગલે મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાયા હતા. અંડરપાસને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.
ભારે વરસાદ વરસ્યો
નરોડા સરદાર નગર કોતરપુર એરપોર્ટ ઇન્દિરા બ્રિજ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાડજ, ઉસ્માનપુરા, સુભાષ બ્રિજ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.






