VIDEO: અમદાવાદમાં મોડી સાંજે અનેક વિસ્તારોમાં વરસાદ, વાતાવરણ બન્યું આહ્લાદક
અમદાવાદમાં ગુરૂવારે મોડી સાંજે વરસાદી માહોલ જામ્યો છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ ક

અમદાવાદમાં ગુરૂવારે મોડી સાંજે વરસાદી માહોલ જામ્યો છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકમાં અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી કરી હતી.
એસ.જી હાઈવે, બોપલ સહિતના વિસ્તારમાં વરસાદ
શહેરના એસ.જી હાઈવે, બોપલ, સિંધુ ભવન, શિવરંજની, પ્રહ્લલાદ નગર સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પરિણામે અમદાવાદીઓને ગરમીમાંથી રાહત મળશે.
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું અને તાપમાનમાં પણ વધારો થયો હતો જેના પગલે ભારે ઉકળાટ અને બફારાથી લોકો કંટાળી ગયા હતા ત્યારે મેઘરાજાનું આગમન થયું હતું. વરસાદના પગલે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
હવામાન વિભાગે કરી વરસાદની વકી
14 જૂનના રોજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ આગાહી કરવામાં આવી છે. આ સિવાય 15 જૂનના રોજ છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ રહેશે. તેમજ 16 જૂનના નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, ગીર-સોમનાથમાં વરસાદ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.








