Video:સુરતમાં મળસ્કે કડાકા-ભડાકા સાથે મેઘરાજાની પધરામણી, ભારે બફારા વચ્ચે પ્રસરી ઠંડક
ભારે બફારા વચ્ચે હવામાનની આગાહી પ્રમાણે આજે મળસ્કે સુરતમાં મેઘરાજાની પધરામણી થઈ હતી. જેથી ગર

ભારે બફારા વચ્ચે હવામાનની આગાહી પ્રમાણે આજે મળસ્કે સુરતમાં મેઘરાજાની પધરામણી થઈ હતી. જેથી ગરમીનો અનુભવ કરતાં લોકોને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં અનોખો અનુભવ થયો હતો. સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. રાત્રિના 12 વાગ્યાથી લઈને સવારના છ વાગ્યા સુધીમાં પડેલા વરસાદમાં સૌથી વધુ માંગરોળમાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે સુરત સિટીમાં 5 મિમિ વરસાદ નોંધાયો હતો.
સુરતનો ઝોન વાઈઝ વરસાદ (એમએમ)માં
સેન્ટ્રલ ઝોન 5
રાંદેર ઝોન 8
કતારગામ 3
વરાછા એ - 0
વરાછા બી 5
લિંબાયત 0
અઠવા ઝોન 0
ઉધના ઝોન 0
સુરત જિલ્લાનો વરસાદ (એમએમ)માં
માંડવી 5.6
માંગરોળ 27
ઓલપાડ 8
સુરત સિટી 5






