VIDEO: અમદાવાદમાં ગૂંજશે 'પૂર્ણ વંદે માતરમ્': GMDC મેદાનથી BJYM ના યુવા ઉદ્ઘોષનો પ્રારંભ!
અમદાવાદના GMDC મેદાન ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વંદે માતરમ્

અમદાવાદના GMDC મેદાન ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આગામી બે મહિના સુધી રાજ્યભરની શાળા-કોલેજોમાં બાળકો અને યુવાનોમાં પૂર્ણ વંદે માતરમ્ ગાન અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવશે. આ રાષ્ટ્રભક્તિપૂર્ણ કાર્યક્રમનો શુભારંભ સાંસદ અને યુવા મોરચા પ્રમુખ હેમાંગ જોષી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરાવવામાં આવશે. યુવા પેઢીમાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરવાના ઉદ્દેશ્યથી BJYM દ્વારા આ રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.




