VIDEO: ડીસામાં પ્રવીણ તોગડિયાએ ભારત-પાકિસ્તાન મેચ મુદ્દે અને ગૌ હત્યા મામલે તીખા પ્રહાર કર્યા
બનાસકાંઠાના ડીસામાં પ્રવીણ તોગડિયા સંગઠનના જૂના કાર્યકર
બનાસકાંઠાના ડીસામાં પ્રવીણ તોગડિયા સંગઠનના જૂના કાર્યકરના ઘરે પહોચ્યા હતા જેમાં પ્રવીણ તોગડિયાએ ગુજરાતમાં વધી રહેલા ગૌ કતલખાનાં મુદ્દે સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ગુજરાતમાં નહિ પરંતુ દેશના કોઈ પણ ખૂણે ગાયની હત્યા થવી જ ન જોઈએ. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મ દિવસે શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, દેશના વડાપ્રધાનને હંમેશા શુભકામનાઓ હોય છે અને આ અવસર પર પણ હું તેમને શુભકામનાઓ પાઠવું છું. એશિયા કપ ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન મેચ મુદ્દે તેમણે તીખા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન આપડા ભાઈઓને મારે અને આપણે તેમની સાથે ક્રિકેટ મેચ રમીએ તે નહીં ચાલે,







