VIDEO: જાદરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો, ભાજપ વિરુદ્ધ મતદાન કરવા લેવાયો નિર્ણય
સાબરકાંઠામાં જાદર વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. જાદ
સાબરકાંઠામાં જાદર વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. જાદર વેપારી મંડળે ચૂંટણી બહિષ્કાર કરવાને બદલે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. તાલુકાનો દરજ્જો મળ્યા વગર ભાજપના વિરોધમાં મતદાન કરવાની જાહેરાત કરવામાં આવી છે.
જાદર સ્ટેશન મહિલા મંડળ પણ આ નિર્ણયમાં જોડાયું છે. આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવતાં વેપારી અને મહિલાઓ સહિત સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. જાદર તાલુકા પંચાયત સાથે જોડાયેલા અનેક હોદ્દેદારોએ પક્ષમાંથી રાજીનામું આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે. જેને લઈ આવનારી ચૂંટણી પર મોટો પ્રભાવ પડી શકે તેમ છે.







