VIDEO: લોકઅપમાંથી વીડિયો વાયરલ કેસમાં પોલીસનો ખુલાસો, આરોપીએ આ રીતે મેળવ્યો હતો મોબાઇલ
અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી વીડિયો વ

અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી વીડિયો વાયરલ થવાના મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર મારામારીના ગુનામાં ઝડપાયેલા સાજીદ આફ્રિદી ઉર્ફે અબ્દુલ મન્નન અંસારીએ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલા એક માનસિક અસ્વસ્થ યુવકનો મોબાઇલ મેળવી ગુપ્ત રીતે વીડિયો બનાવી પોતાના ઘરે મોકલી દીધો હતો. બાદમાં તેણે વીડિયો ડિલીટ કરી મોબાઇલ યુવકને પરત આપ્યો હતો.
વાયરલ વીડિયો અંગે પોલીસે આરોપીની ફરી ધરપકડ કરી ધાક-ધમકી અને અશ્લીલ ભાષાના ગુના નોંધ્યા છે. વીડિયોમાં દેખાડવામાં આવેલી ગોળી 'નિટ્રોસન-10' નામની ઊંઘની ગોળી હોવાનું સામે આવ્યું છે. પોલીસે દાવો કર્યો છે કે સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનના અધિકારી (PSO)ની જાણ બહાર બની હતી. આરોપી સામે અગાઉ હત્યા, છેડતી, ચીટિંગ અને મારામારી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે.




