Rajkot News: VIDEO/ એટલાન્ટિસ બિલ્ડિંગમાં અગ્નિકાંડ મામલે પોલીસનો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
Rajkot News: રાજકોટમાં હાઈ પ્રોફાઇલ એટલાન્ટિસ બિલ્ડિંગ અગ્નિકાંડને મામલે ઘટનાને એક મહિનો વીત્યો છ
Rajkot News: રાજકોટમાં હાઈ પ્રોફાઇલ એટલાન્ટિસ બિલ્ડિંગ અગ્નિકાંડને મામલે ઘટનાને એક મહિનો વીત્યો છતાં કોઈ ફરિયાદ કરવામાં નથી આવી. ગત 14 માર્ચે એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી હતી જેને આજે 14 એપ્રિલે એક મહિનો પૂર્ણ થયો છે. ઘટનાને એક મહિનો વીત્યો છતાં પોલીસે જવાબદારો વિરુદ્ધ ગુનો નથી નોંધ્યો.
1 મહિનો થયો છતાં કોઈની જવાબદારી ફિક્સ નહીં
તો આ મામલે પોલીસનો મોટો ખુલાસો સામે આવ્યો છે. રાજકોટ દક્ષિણ ઝોનના ACP બી.જે.ચૌધરીએ જણાવ્યું કે, FSLનો પુથ્થકરણ રિપોર્ટ આવવાનો બાકી છે. બિલ્ડરે બિલ્ડીંગ રહેવાસીઓને સોંપી દીધું હતું. સ્થાનિક રહેવાસીઓએ એસોસિએશન રજિસ્ટ્રાર કરાવેલુ ન હોવાથી કોઈની જવાબદારી ફિક્સ થતી નથી. એસોસિએશનમાં માત્ર સંચાલન જ કરતા કોઈ ઠરાવ કરી ઓન પેપર નથી. ફાયર સેફટીના સાધનો ચાલુ અને દર વર્ષે ચેક કરવામાં આવતા હતા. જોકે RMCના ફાયર વિભાગે ફાયર સાધનો બંધ હોવાનો રિપોર્ટ આપ્યો હતો.
અગ્નિકાંડમાં ત્રણ નિર્દોષનો જીવ હોમાયો હતો
જણાવી દઈએ કે, આગની ઘટનામાં ત્રણ નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. ત્રણેય મૃતકનો પાર્સલ સર્વિસમાં કામ કરતા હતા અને ડિલિવરી કરવા આવ્યા હતા. સમગ્ર મામલે ACP બી.જે.ચૌધરીએ ખુલાસો કરતા ગોળગોળ જવાબ આપ્યા હતા. કોઈની જવાબદારી ફિક્સ થતી જ ન હોવાનું પોલીસ રટણ કરી રહી છે. 1 મહિનો થયો છતાં પોલીસને બિલ્ડર કોણ છે તેનું નામ પણ યાદ નથી.
પોલીસના ગોળગોળ જવાબથી સર્જાય છે અનેક તર્ક વિતર્ક
એટલાન્ટિસ બિલ્ડીંગના બિલ્ડર જીતુ બેલાણી છે. શું પોલીસ વગદાર બિલ્ડરોના ઘૂંટણિયે પડી? શું પોલીસને છે કોઈ ચોક્કસ નેતાનું ફરિયાદ ન નોંધવા બાબતે પ્રેશર છે? એટલાન્ટિસ બિલ્ડિંગમાં પ્રદેશ ભાજપના કોઈ નેતા ભાગીદાર હોવાનો કોંગ્રેસ આરોપ લગાવી ચૂક્યું છે. તો શું કોંગ્રેસના આરોપ સાચા છે જેથી પોલીસ ફરિયાદ નથી નોંધી રહી. એક મહિનો વીત્યો છતાં પોલીસ ફરિયાદ ન કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.






