VIDEO : સોમનાથના ગૌરવશાળી ઇતિહાસની ઝલક, PM મોદીએ સોમનાથ ટ્રસ્ટ મ્યુઝિયમની લીધી મુલાકાત
સૂર્યકિરણ ટીમના ભવ્ય એર શોના સમાપન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ ટ્રસ્ટ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. આ મ્યુઝિયમમાં
સૂર્યકિરણ ટીમના ભવ્ય એર શોના સમાપન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ ટ્રસ્ટ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. આ મ્યુઝિયમમાં સોમનાથ મંદિરના અત્યંત પ્રાચીન અવશેષો અને ગૌરવશાળી ઐતિહાસિક વિરાસતને સાચવીને રાખવામાં આવી છે, જેનું વડાપ્રધાને ખૂબ જ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. તેમણે અહીં સંગ્રહિત ભવ્ય ભૂતકાળના પુરાવાઓ અને અદભૂત શિલ્પકલાના નમૂનાઓ નિહાળીને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. પીએમ મોદીએ મંદિરના સ્થાપત્ય અને તેના ઐતિહાસિક મહત્વને સમજવા માટે મ્યુઝિયમના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી.
