મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : 'ભારત અલગ જ મનોબળથી બનેલો દેશ છે', સોમનાથમાં પીએમ મોદીનો હુંકાર.

સોમનાથના સાનિધ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 મેના ઐતિહાસિક દિવસને યા

સોમનાથના સાનિધ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 મેના ઐતિહાસિક દિવસને યાદ કરી રાષ્ટ્રીય ગૌરવની ગાથા વર્ણવી હતી. પીએમએ જણાવ્યું કે, 11 મે 1998ના રોજ ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને વિશ્વને પોતાની તાકાતનો પરિચય કરાવ્યો હતો. આ સાહસથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઈ ગયું હતું.વડાપ્રધાને ભૂતકાળને વાગોળતા કહ્યું કે, પરમાણુ પરીક્ષણ બાદ વૈશ્વિક શક્તિઓએ ભારતને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને રસ્તાઓ બંધ કરી દીધા હતા. દુનિયાની આંખો ગુસ્સાથી લાલ હતી, પરંતુ ભારત ડગ્યું નહીં. તેમણે ગર્વ સાથે ઉમેર્યું કે, ગમે તેટલા આક્રમણ કે અવરોધો હોય, ભારત એક અલગ જ કુશળતા અને મનોબળથી બનેલો દેશ છે જે કોઈપણ પડકારને માત આપી શકે છે.

આ સમાચાર શેર કરો