VIDEO : સોમનાથના આંગણે વાયુસેનાનું શૌર્ય, 'સૂર્ય કિરણ' ટીમે આકાશમાં ત્રિરંગો લહેરાવી સર્જ્યા અદભૂત દ્રશ્યો
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે ભારતી
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત 'સૂર્ય કિરણ' એરોબેટિક ટીમે આકાશમાં શૌર્ય અને સાહસના અદભૂત દ્રશ્યો સર્જ્યા હતા. 'સોમનાથ અમૃત મહોત્સવ'ના ઉપલક્ષમાં યોજાયેલા આ ભવ્ય એર શોએ હજારો દર્શકોના દિલ જીતી લીધા હતા.જામનગર એરફોર્સ સ્ટેશનથી ઉડેલા લાલ અને સફેદ રંગના હોક વિમાનોએ સોમનાથના દરિયાકિનારે અત્યંત જોખમી અને સચોટ ફોર્મેશનમાં ઉડાન ભરી હતી. આ શોનું મુખ્ય આકર્ષણ સ્વદેશી સ્મોક પોડ્સ દ્વારા આકાશમાં કેસરી, સફેદ અને લીલા રંગનો ત્રિરંગો લહેરાવવાની ક્ષણ હતી, જેને જોઈને લોકોમાં દેશભક્તિનો જુવાળ ઉમટ્યો હતો.અંદાજે 15 મિનિટ સુધી ચાલેલા આ એર શોમાં ગ્રુપ કેપ્ટન અજય દશરથીના નેતૃત્વમાં પાયલોટોએ હવામાં કલાબાજીઓ કરી વાયુસેનાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું.
