મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO:  કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં હાજર લોકો મોબાઈલમાં વ્યસ્ત મળ્ચા જોવા, કેટલીક ખુરશીઓ જોવા મળી ખાલી

સુરેન્દ્રનગરમાં કૃષિ મહોત્સવનો કૃષિ મહોત્સવનું આયોજન કરવામ

સુરેન્દ્રનગરમાં કૃષિ મહોત્સવનો કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી. મળતા અહેવાલ પ્રમાણે કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં ખુરશીઓ ભરવા બહેનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ આમંત્રણ પત્રિકામાં જે નેતાઓના નામ લખવામાં આવ્યા એ પૈકી એક પણ નેતાઓ જ ઉપસ્થિત જ રહ્યા નહોતા. બીજી તરફ અધિકારીઓ પ્રવચન આપતા રહ્યા અને હાજર લોકો મોબાઈલમાં જ વ્યસ્ત જોવા મળ્યા હતા.

અમરેલીમાં કૃષિ મહોત્સવમાં થઈ બબાલ

બગસરાના સ્વામી નારાયણ મંદિર ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવમાં જતા ખેડૂતોને પોલીસે રોક્યા હતા..જેના પગલે  ખેડૂતો અને પોલીસ વચ્ચે રકજક જોવા મળી હતી. દરમિયાન મહિલા ખેડૂત અગ્રણી ભાવનાબેન સતાસીયાને પણ અટકાવવામાં આવી હતી. પોલીસ સાથે સમજાવટ બાદ તેમને પ્રવેશ આપાયો...., પરંતુ અન્ય અનેક ખેડૂતોને મહોત્સવમાં અંદર પ્રવેશ ન આપવામાં આવતા રોષ વ્યકત થયો.

આ સમાચાર શેર કરો