VIDEO : ધડાકાભેર સળગ્યું વીજ ટ્રાન્સફોર્મર! ભિવાનીના ફૂલ વાલા ચોકમાં પ્રચંડ જ્વાળાઓ દેખાતા લોકો ભાગ્યા
હરિયાણાના ભિવાનીમાં આવેલા વ્યસ્ત એવા ફૂલ વાલા ચોક વિસ્તારમાં શુક્રવારે સાંજે એક મોટી દુર્
હરિયાણાના ભિવાનીમાં આવેલા વ્યસ્ત એવા ફૂલ વાલા ચોક વિસ્તારમાં શુક્રવારે સાંજે એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં રસ્તા કિનારે આવેલા એક વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં ટ્રાન્સફોર્મરમાંથી પ્રચંડ જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડ તેમજ વીજ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી.
સૂચના મળતાની સાથે જ ફાયર ફાઈટરોની ટીમ ગાડીઓ સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કોઈ મોટી જાનહાનિ કે આગ આસપાસની દુકાનોમાં ન ફેલાય તે માટે વીજ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે વિસ્તારનો પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો છે, જેનાથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને વીજ પુરવઠો ફરી સામાન્ય કરવા માટે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.






