મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વિશ્વામિત્રી નદીની સપાટી સતત વધતા લોકોમાં ભયનો માહોલ, કોટેશ્વરમાં પૂરની સ્થિતિ

વડોદરા શહેર અને ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદે હવે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ગ

વડોદરા શહેર અને ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદે હવે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ગતરોજથી આજવા સરોવરના 62 દરવાજાથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વિશ્વામિત્રી નદી નજીક આવેલા વડસર સ્થિત કોટેશ્વર વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોને સલામત સ્થળે ખસી જવા કોર્પોરેશન દ્વારા સૂચના આપવામાં આવી રહી છે.

વિશ્વામિત્રી નદી 20 ફૂટની સપાટી વટાવી ગઈ

વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી નજીક આવેલા વડસર સ્થિત કોટેશ્વર વિસ્તાર દર વર્ષે ચોમાસામાં હાલાકી ભોગવે છે. અહીં રહેતા રહીશો દ્વારા વારંવાર પાલિકા તંત્ર સામે મોરચો માંડી કાયમી નિરાકરણની માંગ કરાઈ છે, પરંતુ હજી સુધી પાલિકા તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ત્યારે આ વર્ષે ફરી એક વખત વિશ્વામિત્રી નદીની સપાટી 20 ફૂટ વટાવી જતા કોટેશ્વર વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યાં છે.

કોટેશ્વર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ

આજવા ડેમની સપાટી 213.7 છે. જોકે નવેમ્બર મહિના સુધી આ સપાટી 212. 50 સુધી મેન્ટેન રાખવાની હોય છે. જ્યારે આજવામાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. હાલ વિશ્વામિત્રી 20 ફૂટ વટાવી વહી રહી છે, જેના પરિણામે કોટેશ્વર વિસ્તારમાં પાણી ફરી વળતા પાલિકાના અધિકારીઓએ સ્થાનિકો સલામત સ્થળે ખસી જવા સૂચના આપી છે. 

આ સમાચાર શેર કરો