VIDEO: ગોધરા સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર-વ્હિલચેરની અછત, દર્દીઓ-સગાસંબંધીઓને હાલાકી
પંચમહાલ જિલ્લાના ગોધરા સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચરની અછત જોવા મળી છે. જેના કારણે દર્દ
પંચમહાલ જિલ્લાના ગોધરા સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચરની અછત જોવા મળી છે. જેના કારણે દર્દીઓને ઉંચકીને હોસ્પિટલમાં અંદર લઈ જવાની ફરજ પડે છે. આ સમસ્યાને લઈને હોસ્પિટલના ઈમરજન્સી વિભાગે સિવિલ સત્તાધીશોને લેખિતમાં જાણ કરવા છતાં જિલ્લાના દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સેવાઓ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, છતાં પંચમહાલ જેવા જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં આવશ્યક સુવિધાઓનો અભાવ ચિંતાજનક ગણી શકાય. હોસ્પિટલમાં પાયાની સુવિધાઓ કે જરૂરિયાતની વસ્તુઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. જેને લઈને જિલ્લા મુખ્ય હોસ્પિટલે આવી રહેલા દર્દીઓને હાલાકી પડી રહી છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર અને વ્હીલચેરની અછતથી દર્દીઓ અને તેમના સગાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.







